૧. પગાર (Salary): કર્મચારીનો પગાર મેડિકલના નિયમ મુજબ દર મહીનાની 1 થી 5 તારીખ વચ્ચે જમા કરવામાં આવશે.
૨. ડ્યૂટી સમય અને હાજરી: ભરતી ફોર્મમાં પસંદ કરેલા ડ્યૂટી સમય મુજબ સમયસર મેડિકલ પર પહોંચવું અને હાજરી નોંધાવવી જરૂરી છે. મોડા આવવાથી પગાર પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. ચોક્કસ ડ્યૂટી સમય માટે એડમિન અથવા સિનિયરની જાણકારી માન્ય ગણાશે.
૩. રજા (Leave): કોઈપણ રજા મેડિકલની Leave Policy મુજબ જ માન્ય રહેશે. શક્ય હોય ત્યાં સુધી અગાઉથી જાણ કરવી.
૪. નોકરી છોડવાની જાણ: નોકરી છોડતા પહેલા ઓછામાં ઓછા 1 મહિનાની નોટિસ આપવી જરૂરી છે. અચાનક નોકરી છોડવાથી ચાલુ મહિનાના પગાર અને અન્ય લાભોમાં કપાત થઈ શકે છે.
૫. પ્રથમ મહિના અંગે: જે કર્મચારી નોકરી શરૂ કર્યા પછી મહિનો પૂર્ણ થયા પહેલા અથવા માત્ર થોડા દિવસોમાં નોકરી છોડી દે, તે પગાર મેળવવા માટે પાત્ર રહેશે નહીં.
૬. કામ અને જવાબદારી: સોંપવામાં આવેલ કામ, ટાસ્ક અને જવાબદારીઓ સમયસર પૂર્ણ કરવી. કામ પૂર્ણ થયા બાદ જરૂરી માહિતી અથવા રિપોર્ટ આપવો.
૭. કાર્યસ્થળ પર વર્તન: તમામ સ્ટાફ, સિનિયર અને ગ્રાહકો સાથે સન્માનપૂર્વક વર્તવું. કોઈપણ ધર્મ, જાતિ, ભાષા અથવા વ્યક્તિગત બાબત અંગે મજાક કે અપમાનજનક વાત કરવી નહીં.
૮. નવી બાબતો શીખવી અને સહકાર આપવો: મેડિકલ દ્વારા આપવામાં આવતી તાલીમ, પ્રમોશનલ એક્ટિવિટી અને અન્ય કામોમાં સહભાગી થવું. નવા કામ શીખવા અને ટીમને સહકાર આપવાની તૈયારી રાખવી.
૯. ગ્રાહક સેવા: ગ્રાહકો સાથે વિનમ્રતા અને ધીરજથી વાત કરવી. યોગ્ય માર્ગદર્શન અને સારી સેવા આપવાનો પ્રયાસ કરવો.
૧૦. મેડિકલની માહિતીની ગોપનીયતા: ગ્રાહકોની માહિતી, વેચાણ, ખરીદી, સ્ટોક, પાસવર્ડ અથવા અન્ય આંતરિક માહિતી બહાર શેર કરવી નહીં.
૧૧. મોબાઇલનો ઉપયોગ: ડ્યૂટી દરમિયાન વ્યક્તિગત મોબાઇલનો ઉપયોગ જરૂરી હોય ત્યારે જ કરવો. કામ દરમિયાન સોશિયલ મીડિયા અથવા અન્ય વ્યક્તિગત ઉપયોગ ટાળવો.
૧૨. સ્વચ્છતા અને વ્યવસ્થા: મેડિકલ અને કાર્યસ્થળ સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવામાં સહયોગ આપવો. મેડિકલની વસ્તુઓનો સાચી રીતે ઉપયોગ કરવો.
૧૩. સ્ટોક અને કેશની કાળજી: દવા, સ્ટોક, બિલ, કેશ અને અન્ય રેકોર્ડની યોગ્ય કાળજી રાખવી. કોઈ ભૂલ કે નુકસાન જણાય તો તરત સિનિયરને જાણ કરવી.
૧૪. ડ્રેસ અને દેખાવ: ડ્યૂટી દરમિયાન સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાવ રાખવો. જો ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો હોય તો તેનું પાલન કરવું.
૧૫. સાચી માહિતી આપવી: ભરતી ફોર્મમાં આપવામાં આવેલી તમામ માહિતી અને દસ્તાવેજો સાચા હોવા જોઈએ. ખોટી માહિતી મળ્યે જરૂરી કાર્યવાહી થઈ શકે છે.
૧૬. નિયમોનું પાલન: મેડિકલ દ્વારા સમયાંતરે જણાવવામાં આવતા નિયમો અને સૂચનાઓનું પાલન કરવું.
| LEAVE TYPE | NO. OF LEAVE | DETAIL |
|---|---|---|
| SICK LEAVE (SL) | 10 | • બીમાર હોય • ફેમિલી માં કોઈ ને હોસ્પિટલ નું કામ હોય • કોઈ ગુજરી ગયું હોઈ ત્યાં જવાનું હોય |
| CASUAL LEAVE (CL) | 10 | • કોઈ પર્સનલ કામ હોય • લગ્ન પ્રસંગ માં જવાનું હોય • આરામ કરવાનો હોય, ફરવા જવાનું હોય કે ગમે તે કારણ હોય |
| LEAVE WITHOUT PAY (LWP) | - | • ટોટલ રજાઓ કરતા વધુ: આપેલી રજાઓ કરતા વધારે થશે તો એ રજાઓ કપાત પગાર એ ગણાશે. • આકસ્મિક રજાઓ: કોઈ પણ હોસ્પિટલ કે ગુજરી ગયા હોઈ એના સિવાય ની આકસ્મિક રજાઓ કપાત પગાર એ મળશે (૪ દિવસ અગાઉ જાણ કરવી ફરજીયાત છે). |
| HALF DAY LEAVE | - | • અડધા દિવસ ની રજા: 4 દિવસ અગાઉ જાણ કરેલી હશે અને રજા અમારા થી મેનેજ થઇ હશે તો અડધા દિવસ ની રજા ગણાશે (બાકી આખા દિવસ ની જ ગણાશે). • ઇમર્જન્સી: કોઈ પણ કારણ ની અડધા દિવસ ની રજા આખા દિવસ ની જ ગણાશે (મેનેજમેન્ટ હાફ ડે ની કરી શકે છે). |
Note: કુલ 20 રજાઓ 1 વર્ષ માટે છે. મહિનામાં વધારેમાં વધારે 2 રજા લઇ શકાશે. અગાઉથી મંજૂરી લેવી જરૂરી છે.
• 1. આ રજાઓ આખા વર્ષ મુજબ ગણાશે (એપ્રિલ - માર્ચ)
• 2. એપ્રિલ થી માર્ચ વચ્ચે જે લોકો જોબ છોડશે એની રજાઓ પર મન્થ ૧.૭ ના હિસાબ થી ગણાશે, વધારે રજા લીધેલી હશે તો એ સેલેરી માં કટ થશે
• 3. જે લોકો ઓવરટાઈમ રોકાશે એ લોકો ની કલાક ના હિસાબ થી લીધેલી રજાઓ માં માયનસ થશે (રજા માફી તરીકે)
• 4. મેડિકલ માં મળતી તહેવાર ની રજાઓ આ લિવ માં ગણવામાં આવશે નહિ. પણ જો તહેવાર ની આગળ પાછળ રજા લીધેલી હશે તો એ તહેવાર ની પણ રજા લિવ માંથી કપાશે
• 5. દરેક જુના લોકો અને નવા આવતા લોકો એ લિવ પોલિસી સાઇન કરવાની થશે. આ પોલિસી સાઇન SAI Medical Group નામના બિઝનેસ માં ગવર્નમેન્ટ ઓથોરાઇઝ્ડ પ્રોસેસ દ્વારા રજીસ્ટર કરવામાં આવશે.
• 6. લિવ એન્કેશમેન્ટ - જે લોકો ઓછી રજા લે છે, એની જમા રજા ના એક્સ્ટ્રા રૂપિયા મળશે.
• 7. સિક લીવ (Sick Leave): Sick Leave માત્ર તે જ દિવસે Apply કરી શકાશે જે દિવસે કર્મચારી બીમાર હોય. અગાઉથી અથવા પાછળથી Sick Leave માટેની અરજી માન્ય ગણાશે નહીં.
• 8. લિવ એન્કેશ નો મહિનો OCTOBER અને APRIL નો રહેશે.
• 9. માર્ચ એન્ડિંગ માં વર્ષ પૂરું થશે એટલે એ વર્ષ નો હિસાબ કરી ને રૂ. આપી દેવામાં આવશે. 1 વર્ષ થી વધુ લિવ ભેગી થશે નહિ.
• 10. 6 મહિના થશે એટલે લિવ નો હિસાબ કરી ને રૂ. આપી દેવામાં આવશે. (જો બાકી ના 6 મન્થ માં કોઈ વધારે રજા લેવાની થાય તો એ રૂપિયા એપ્રિલ માં વર્ષ પૂરું થયે મળશે - એ ચોઈસ તમારી છે)
• 11. 6 મહિના પુરે થયા પછી રૂપિયા લઇ લીધા હશે તો એની 10 રજા નો હિસાબ ત્યાં પૂરો થઇ જશે, પછી ના મહિનાઓ માં 10 રજા જ અવેલેબલ રહેશે.
• 12. મેનેજમેન્ટ બિઝનેસ ની સગવડતા અને સ્ટાફ ની જરૂર મુજબ પોતાનો નિર્ણય બદલી શકી છે.
હું ઉપર જણાવેલ તમામ નિયમો વાંચી, સમજી અને સ્વીકારું છું. મેડિકલમાં મારી ફરજો અને જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરીશ.
1. Salary: Salary will be credited between the 1st and 5th of every month as per the medical's payment schedule and rules.
2. Duty Timing and Attendance: Employees are expected to report to the medical store on time according to the duty timing selected in the joining form. Attendance must be marked regularly and on time. Repeated late attendance may result in delays in salary processing. For exact duty timings, employees should follow the instructions given by the admin or senior staff.
3. Leave Policy: Any leave taken will be governed by the medical's leave policy. Employees are requested to inform their senior or admin in advance whenever possible.
4. Resignation and Notice Period: Employees who wish to leave the job must provide at least one month's prior notice. Leaving the job without notice may affect the current month's salary and other benefits as per applicable rules.
5. First Month Eligibility: Employees who leave the job before completing their first month of service may not be eligible for salary payment.
6. Work Responsibility: All assigned tasks and responsibilities should be completed within the given time. Employees are responsible for providing updates or reports related to their assigned work whenever required.
7. Workplace Behaviour: Employees should maintain respectful and professional behaviour with colleagues, seniors and customers. Jokes, comments or offensive remarks related to religion, caste, language or personal matters are not acceptable.
8. Learning and Participation: Employees are expected to participate in training programs, promotional activities and other work-related assignments conducted by the medical. Willingness to learn new skills and support the team is considered an important part of the job.
9. Customer Service: Customers should always be treated politely and respectfully. Employees should make every effort to provide proper guidance and quality service to customers.
10. Confidentiality: Information related to customers, sales, passwords, business operations or any internal matters of the medical must not be shared with unauthorized persons.
11. Mobile Phone Usage: Personal mobile phone use during duty hours should be limited to necessary situations only. Excessive use of social media or personal activities during working hours should be avoided.
12. Cleanliness and Workplace Maintenance: Employees should help maintain cleanliness and proper organization of the medical store and work area. All equipment, furniture and other property should be used responsibly.
13. Stock and Cash Handling: Proper care should be taken while handling medicines, stock, bills, cash and records. Any mistake, shortage, damage or issue should be reported to the senior staff immediately.
14. Dress and Appearance: Employees must maintain a clean, neat, and professional appearance during duty hours. If a specific dress code or uniform is decided by the management, it must be strictly followed.
15. Truthful Information: All information and documents submitted in the recruitment form must be completely true and authentic. Discovery of any false information or document forgery will lead to immediate strict legal or administrative action.
16. Compliance with Rules: Employees must strictly follow all guidelines, instructions, and rules updated by the medical management from time to time.
| LEAVE TYPE | NO. OF LEAVE | DETAIL |
|---|---|---|
| SICK LEAVE (SL) | 10 | • In case of illness • Hospital-related work for family members • Attending a funeral/condolence |
| CASUAL LEAVE (CL) | 10 | • For personal work, attending a wedding or social function • For rest, vacation/traveling, or any other personal reason |
| LEAVE WITHOUT PAY (LWP) | - | • Exceeding limits: Any leaves taken beyond the allocated limit will be considered as LWP with salary deduction. • Sudden leaves: Leaves taken suddenly without 4 days prior notice (except for hospital emergencies or death) will result in salary deduction. |
| HALF DAY LEAVE | - | • A half-day leave will be considered as half-day ONLY if informed 4 days in advance and managed by the administration. • Any emergency half-day leave for any reason will be counted as a full-day leave. |
• 1. These leaves will be calculated on an annual basis (April - March).
• 2. For employees leaving the job between April and March, leaves will be calculated at 1.7 leaves per month. Excess leaves taken will be deducted from the salary.
• 3. Overtime worked by employees will be adjusted on an hourly basis against leaves taken (as leave compensation).
• 4. Festival holidays provided by the medical store will not be counted in these leaves. However, if a leave is taken immediately before or after a festival holiday, the festival holiday will also be deducted from the leave balance.
• 5. All existing and new employees must sign this leave policy. This policy will be officially registered through government-authorized processes under Sai Medical Group.
• 6. Leave Encashment: Employees taking fewer leaves will receive extra monetary compensation for their accumulated unused leaves.
• 7. Sick Leave: Sick Leave can only be applied for on the actual day the employee is ill. Applications for Sick Leave made in advance or after the sick day has passed will not be considered valid.
• 8. Leave encashment months will be OCTOBER and APRIL.
• 9. The annual calculation will be done at the end of March, and the respective amount will be paid out. Leaves cannot be carried forward beyond one year.
• 10. Leave calculations can be settled and paid after 6 months. (If any extra leave is needed in the remaining 6 months, the encashment for that will be given in April when the year ends. This choice is up to the employee.)
• 11. If the encashment amount is taken after the completion of 6 months, the account for those 10 leaves will be closed there. Only the remaining 10 leaves will be available for the following months.
• 12. Management reserves the right to modify or change decisions based on business requirements and staff needs.
I have read, understood, and accepted all the rules and regulations mentioned above. I will perform my duties and responsibilities in the medical store with absolute dedication and integrity.
📍 Location Verification — How It Works
Scan with mobile camera • One-time use • Expires in 10 min
📍 Live GPS Verification
⚠️ IMPORTANT: STEP OUTSIDE OF THE SHOP (UNDER OPEN SKY). GPS will not verify if you stay inside the shop/building.
Initializing GPS...
Accuracy: Searching...
Digital Signature: *
Please wait, uploading documents...